Friday, December 6, 2013

12.તારા સ્મરણ માં વધે, જો વેદનાઓ

તારા સ્મરણ માં વધે, જો વેદનાઓ,
એ વેદનાઓ મને અખરતી નથી 
કરું હું શ્રણગાર ભલે બધીજ રીતે પણ 
જેમ હતી તારી સાથે, એમ નીખરતી નથી 
 
ભૂતકાળ થતો નથી, પ્રેમ એ કદી પણ 
મુલાકાત જરા બસ, જૂની થતી જાય છે 
કેહવા ખાતર કહી દઉં, ભૂલી ગયી પણ 
વિસ્મરણ નથી થતો, યાદો ખરતી નથી
 
હાસ્ય, રુદન, મિલાપ, ને વિચ્છેદ 
બધુંયે રહી રહી ને, નઝરે આવી જાયે છે 
પરંતુ જે અદ્રશ્ય, ગઠાન છે આપણી વચ્ચે 
કઠણ છે એવી એ કે, કોઈ રીતે વિસરતી નથી 
 
એમ તો મૈં ક્યારનુંયે, નક્કી કરીજ રાખ્યું તું 
કદીએ કોઈની સાથે, હું પ્રેમ કરીશજ નહિ 
પણ જાણે કઈ વેળાએ તું એટલો ગમી ગયો 
તારા થી વિશેષ પ્રેમ, હવે કોઈને કરતી નથી 

No comments:

Post a Comment