Thursday, December 12, 2013

13.નજર માં થોડીક નર્માશ લાવો, તો પ્રયત્ન કરી જોઉં

નજર માં થોડીક નર્માશ લાવો 
તો પ્રયત્ન કરી જોઉં 
વધારે પડતું ના ખીજાઓ 
તો પ્રયત્ન કરી જોઉં 

કેહવાની વાતો સઘળી છે 
કંઈક સેહલ તો કંઈક અઘરી છે 
દરેક વાતે હામી ભરતા જાઓ 
તો પ્રયત્ન કરી જોઉં 

ઊંચા સ્વરે વેદના કેહવાશે નહિ 
કીધા વગર પણ કદાચ રેહવાશે નહિ 
થોડું નઝદીક આવી જો જાઓ 
તો પ્રયત્ન કરી જોઉં 

સ્વેચ્છાએ તમે સાંભળો, એવો વિચાર છે 
જવાબ જે પણ આપો, હૃદય તય્યાર છે 
પણ મારું ધૈર્ય બંધાતાં જાઓ 
તો પ્રયત્ન કરી જોઉં 

No comments:

Post a Comment