ભૂલવાની બધીજ રીતે જયારે, ભૂલી ગયા તમને,
તો કેમ હવે નવી રીત થી, યાદ આવો છો તમે?
સ્વપ્નમાં ના આવી જાઓ ક્યાંક, એ ભયથી સુતી નથી,
ઉઘડી આંખે સ્વપ્ના બતાવી, કેમ સતાવો છો તમે?
તમારાં વિચારે મૌન ધરી લઉં છું,નામ નથી લેતી,
નામ મ્હારે લેવુંજ પડે, એવી ક્ષણ કેમ લાવો છો તમે?
ભૂલી જવું એ નિર્ણય છે, અહંકાર નથી મારું,
હાર માની લઉં,એવી સ્તિથી કેમ સર્જાવો છો તમે?
ભલે બધા કહે સજા ,મને 'પ્રેમ' સજા રૂપ લાગતું નથી,
મારી હિંમત તોડાવીને, કેમ સજા જેમ દર્શાવો છો તમે?
ભૂલી જાઉં સાવ તો સારું, થશે બન્ને ની હકમાં વાત,
અઘરું ના કરો મારી માટે બધું, કેમ દરેક પળ યાદ આવો છો તમે?

No comments:
Post a Comment