Tuesday, December 17, 2013

16. ફરી આજ ગર્દી માં ખોવાય ગયા તમે

ફરી આજ ગર્દી માં ખોવાય ગયા તમે 
હું રસ્તા માં રહી ગયી ને ક્યાં ગયા તમે 

કદમો ની છાપ માંડી તી, કે શોધી લઈશું 
શું કામ ભુંસી દીધાં, ને ક્યાં ગયા તમે 

જે વાતે થઇ નારજગી ,એ વાત તો કહી દેતા 
મોઢામાં રીસાયા ,ને ક્યાં ગયા તમે 

બધી કોરે શોધી રહી છું,ધૂળ શિવાય કઈ નથી 
વેગે ધૂળ ચઢાવી ,ને ક્યાં ગયા તમે 

કઈ દિશા માં  માંડું પગલા, ને ક્યાં નમાવું ધડ 
જીવતે જીવ કાઢી ને, હવે ક્યાં ગયા તમે 

No comments:

Post a Comment