Wednesday, December 15, 2010

2.લેહરો માં આથમતી, સાગર માં અટવાતી

લેહરો  માં આથમતી, સાગર માં અટવાતી 
જાને કઈ કઈ રસ્તે, તારા પગની ધૂળ ને ખોવે 
મારે હૈય્યે લાગનીયોની જામી છે એવી લીલા 
તારા નામ નું વર્ણન આવે, મારું દિલ જામી ને રોવે 


કોઈ જ્ઞાન ની વાતો બોલે, કોઈ સંભળાવે કહી મ્હેણાં 
કોઈ કહે કે ભૂલી જા તું, કહે ના મીઠા બોલ 
તારી વાતો ની એ મીસરી , હજી રમે છે મારે કાને 
શું કહીને હું સમ્જ્હાવું, તારું થઇ શકે ના તોલ 


રસ્તા નો ફેર થયો છે, મંઝિલ નો કડી નહિ 
હું હજી પણ ઉભી ચુ ત્યાં, તે જ્યાંથી પીઠ બતાવી 
થઇ નોતી કોઈ ચૂક, કડી પણ મારા હાથે 
દૂરી આવી ત્યારે, તે જયારે નઝર ચુરાવી 

Thursday, September 9, 2010

1. તારા દિલ માં યાદ ની કોઈ લેહેર ઉઠી હશે

તારા દિલ માં યાદ ની કોઈ લેહેર ઉઠી હશે 
આ જુઓને વરસાદ ના પાણી નથી થમતા 

આકાશે જે જામી છે, વાદળો ને મેહફીલ 
જોયું નથી ઉમંગો ને , મૈ આવી રીતે રમતા 

આંખો છે ભીની થયી, સપના માં તને જોયી 
બાકી તો બીજા ખાબ મને સેજ નથી ગમતા 

સાચેજ તારા હૈય્યે, ઉમંગો હચમચી છે 
કે મને ફરી થી, વેહેમ થયા છે અમથા 

સરખામણી થાય તો, હું કઈ પણ નથી 
છતાંયે તને અર્પું ચુ, શર્વશ્વ નમતા નમતા