Friday, June 27, 2014

24.વિનાં હાંથ ઘડે જ્યાં મન મારું

વિનાં હાંથ ઘડે જ્યાં મન મારું 
શિલ્પ તારા, તસ્વીર તારી 
ખૂંટતી નથી ,સ્નેહ-માટી કદી 
સુંખતી નથી, પ્રેમ-રંગ ક્યારી 

દૂર શું , ને સંગ શું, બધુએ એક સમાન 
વિરહ ના વલણ નું મને દુખ ના થાય 
વેગ થી ત્વરિત મારાં મન ની ગતિ 
બસ તારી નજરોં સમક્ષ જાયે છે હારી 

સંજોગો  ને કહી દો , છેટા રહેં 
મારા મન ની રીતો, એ અઘરી છે 
સર્વોચ્ચ એને સંગાથ તારો, ને 
આડા આવે એ, બધાની વારી 

Wednesday, December 25, 2013

23.સમય એક જેવો ક્યાં રહે છે

સમય એક જેવો ક્યાં રહે છે 
બદલાતા રેહવું એ એની પ્રકૃતી માં છે 
સમય અનુંસાર ખુદ ને સજ્જ કરી લેવું 
એજ કદાચ જીવન ની ખરી રીત છે 

Monday, December 23, 2013

22.મૈ ક્યાં કીધું કે, તને પ્રેમ નથી

મૈ ક્યાં કીધું કે, તને પ્રેમ નથી 
પણ પેહલા જેવી હવે, વાત છે ક્યાં 
મને તો એકોયે વાત ભૂલી નથી 
પણ તને કોઈ પણ વાત હવે, યાદ છે ક્યાં 

હું તને હજીએ, હવે મળી ને શું કરું 
અસર પેહલાં જેવી,એ મુલાકાત છે ક્યાં 
વીતી તારી સાથે, સુંદર સાંજ હતી 
ક્યાં છે દિવસ એવા,એવી રાત છે ક્યાં 

ગુજરી ગયા સમય થકી, તને પ્રશ્ન કરું 
ધ્યેય નથી, ને મારી, એવી ઔકાત છે ક્યાં 
રુદન કરવા માટે, કારણ ઘણાં બધાં છે 
પણ તને કરી શકું હું, એવી ફરિયાદ છે ક્યાં 

 

Sunday, December 22, 2013

21.મારાં વિસ્તરણ પર અંકૂશ આંક્નારા

મારાં વિસ્તરણ પર અંકૂશ આંક્નારા 
તને સ્મરણ નથી શું મારી વાત નું ?
મૈ કહ્યુંતું, જ્યાં જ્યાં તારા પગલાં મંડાશે 
તને ઓંટ માં લેવા હેતું,મારું સર્વશ્વ ફેલાય જશે 

20.કદી ના થાત મારાં હાથે , વલણ આવી રીત નું

કદી ના થાત મારાં હાથે , વલણ આવી રીત નું 
સમયે જો ના કર્યું હોત, કતલ મારી પ્રીત નું 
 

Saturday, December 21, 2013

19.એ સ્વતંત્રતા શોધી રહી છું હું

એ સ્વતંત્રતા શોધી રહી છું હું 
જે મને લખવાં દે એક ગઝલ એવી
તારું નામ પણ લઇ શકું અને 
કહી શકું જે વાત છે કેહવી 

અડચણ ના નડે કોઈ માર્ગે મને 
તારું વર્ણન ભરપૂર કરી હું શકું 
ક્યાં મડ્યો ને કેમ તું ગમ્યો મને 
વિસ્તાર થી કહી શકું વાત બધી 

કઈ રીતે મને મળ્યું તારું પ્રેમ ઘણું 
કઈ રીતે તે મને ક્યારેક અશ્રું દીધા 
કઈ રીતે ફર્યા આપણાં શેહર માં સાથે 
કઈ રીતે આપણી વચ્ચે નઝદીકીયો વધી 

એ સ્વતંત્રતા શોધી રહી છું હું 
જે મને લખવાં દે એક ગઝલ એવી
જે દોરવા દે તને-મને સંગાથે 
જેમાં કોઈની શરમ ના પડે કરવી 

18.મારાં હય્યે સેજ જો પીડા થાય

મારાં હય્યે સેજ જો પીડા થાય 
તારા હય્યે દર્દ ના વેગ સર્જાય 
માંરી આંખે થોડાં જો અશ્રું વહે 
તારી આંખો પણ સહજ ભીની થાય 
ખરેખર એને પ્રેમ કહેવાય 

હું મૌન રહું ને, તું સમ્જ્હી જાયે 
મારી લાગણી તારા ચેહરે જ્હ્લ્કાયે 
હજારો મિલની છે દુરી પણ વચમાં 
હું વિચારું ને તું મારી સમક્ષ થઇ જાય
ખરેખર એને પ્રેમ કહેવાય

કેહવું નહિ, જોવું નહિ, શું એમ પ્રેમ થાય 
નવાઈ કે તારા વગર પણ, વહે છે જીવાય 
તને ચાહું પણ તું મળે નહિ,એવી ખબર નો'તી 
છતાંયે મારી ચાહ મુજબ, તું મને છે મળી જાયે 
ખરેખર મારાં દિલ, એને પ્રેમ કહેવાયે