Tuesday, August 27, 2013

9. હથેળી ધરીને માંગું છું ટીપો

હથેળી ધરીને માંગું છું ટીપો
તારા દરિયા માં જો, એક મારી માટે  હોય
તરસ થયી છે કંઈક બે-હયા આજે
ના તું મટાડે, તો આંખો દે રોયે

ખરી જાયે જો એવા, તડકાના પ્રકોપે
નાજુક એ કાઠી, તો મારી નથી
મને બોલાવે ને, હય્યે લગાવે
લાગતી એવી નિયત, તો તારી નથી

વાતો છે કડવી, તો એમ જ ખરી
તીખા તારા વેણ તો છે , ખુબજ અઘરા
હું તો , તો પણ હજી, નમતું છું  રાખું
તોયે ક્યાં પોહચાયે છે, તારા નખરા

લીલુછમ  છે લોહી, તારાજ  એક નામ થી
બાકી તો હૃદયે , દેહ ક્યારનું તજી નાખ્યું
તરબતર છે જીંદગી, હજી પણ જો રણ માં
ઉકળતી લાગણીયોને, મૈં નામ તારું આપ્યું







 

8. પૂછી ને પ્રેમ થાય નહિ

પૂછી ને પ્રેમ થાય નહિ 
ગણી ને જીવન જીવાય નહિ 
શબ્દો માં આવે, કદાચ એ કહી શકું 
બાકી તો બધું કેહવાય નહિ 

 

Tuesday, August 20, 2013

7. તારા હૈય્યે પ્રેમ નથી

તારા હૈય્યે પ્રેમ નથી 
કે હું લાગણીહીન છું 
આ વાત તો ત્યારે થાય 
...............કે જયારે તું કોઈ વાત કરે