Wednesday, January 19, 2011

3. પાણી નોતાં ખારા , સેજ અશ્રુ ભળી ગયા

પાણી નોતાં ખારા , સેજ અશ્રુ ભળી ગયા 
હતી હું કાચી માટી, સંજોગો ઘડી ગયા 

એના મોઢે ક્યાંથી આવે, મીઠી વાણી ના કોઈ બોલ 
પારકા કડવા વેણ હતા, જે આ જીભે ચઢી ગયા 

ઊંચા ઊંચા મેહેલ બંધાયા , નીવે સાંધી ખોટ 
રેતી ના બંધીયારા હતા, એક જ્હાટકે ઢળી ગયા 

લીલા હતા જે પાન, એની ખુશ્બૂ ના સથવારે 
એ નથી ને પેહલે તડકે, સૌ પાન એ સાવ બડી ગયા 

જયારે હતી હું જાણે ઉત્સવ, એ આયા નહિ મને જોવા 
મુર્જ્હાઈ ઈ હું જયારે, બેજેજ પગલે મને મળી ગયા