Monday, April 18, 2011

5. પડખે ને પાને લખી ને પણ રાખ્યું

પડખે ને પાને લખી ને પણ રાખ્યું 
વાંચવા પરંતુ રોકાયા નહિ 
માંગવા વગર એ મળી ગયા કોઈને 
અમને તો મળ્યા પડછાયા નહિ 

દુઃખની કોઈ વાત ઈ સમજ્હે નહિ 
હંસી ને પૂછે છે, "મીન કર્યું છે શું?"
જો હું એમ કહું કે દિલ તોડી ગયા 
અભિમાને પૂછે છે, "કે બસ આટલું ?"

વર્તન ના પાઠો શીખવાતા નથી 
માનવી નું હય્યું કોણ વાંચી શકે 
પાણી જો હોયે તો હું ચાખી ને જોઉં 
એના મન ના ભોઇરાં માં કોણ જ્હાકી શકે 

Monday, February 14, 2011

4. રણ માં પાણી દેખાયા

રણ માં પાણી દેખાયા 
ને જાગી ફરી લેહર 
આ લાગણીયો નું કોઈ શું કરું 
મારવાનું નામ નથી લેતી 

કોઈએ અમસ્તું કહી દીધું 
એ વાટ જોઇને બૈઠા છે 
વિખરી ગયેલા તાર હ્રિદય ના 
કેવા પાછા ભેગા થયા। ..!

જોગી ની વાણી સાચી પડી 
કે જાણે ભરમ ના ટુકડા થયા 
વર્ષો પછી એનું મોઢું દીઠું 
હતા એ કોક ની બાહો માં 

પવન ની મારે તોડ્યા નહિ પણ 
પાણી ના વારે મારી દીધા 
મારે હાથે, એનો હાથ ધરી ને 
એને જયારે જવાની વાત કરી

Wednesday, January 19, 2011

3. પાણી નોતાં ખારા , સેજ અશ્રુ ભળી ગયા

પાણી નોતાં ખારા , સેજ અશ્રુ ભળી ગયા 
હતી હું કાચી માટી, સંજોગો ઘડી ગયા 

એના મોઢે ક્યાંથી આવે, મીઠી વાણી ના કોઈ બોલ 
પારકા કડવા વેણ હતા, જે આ જીભે ચઢી ગયા 

ઊંચા ઊંચા મેહેલ બંધાયા , નીવે સાંધી ખોટ 
રેતી ના બંધીયારા હતા, એક જ્હાટકે ઢળી ગયા 

લીલા હતા જે પાન, એની ખુશ્બૂ ના સથવારે 
એ નથી ને પેહલે તડકે, સૌ પાન એ સાવ બડી ગયા 

જયારે હતી હું જાણે ઉત્સવ, એ આયા નહિ મને જોવા 
મુર્જ્હાઈ ઈ હું જયારે, બેજેજ પગલે મને મળી ગયા