Wednesday, December 25, 2013

23.સમય એક જેવો ક્યાં રહે છે

સમય એક જેવો ક્યાં રહે છે 
બદલાતા રેહવું એ એની પ્રકૃતી માં છે 
સમય અનુંસાર ખુદ ને સજ્જ કરી લેવું 
એજ કદાચ જીવન ની ખરી રીત છે 

Monday, December 23, 2013

22.મૈ ક્યાં કીધું કે, તને પ્રેમ નથી

મૈ ક્યાં કીધું કે, તને પ્રેમ નથી 
પણ પેહલા જેવી હવે, વાત છે ક્યાં 
મને તો એકોયે વાત ભૂલી નથી 
પણ તને કોઈ પણ વાત હવે, યાદ છે ક્યાં 

હું તને હજીએ, હવે મળી ને શું કરું 
અસર પેહલાં જેવી,એ મુલાકાત છે ક્યાં 
વીતી તારી સાથે, સુંદર સાંજ હતી 
ક્યાં છે દિવસ એવા,એવી રાત છે ક્યાં 

ગુજરી ગયા સમય થકી, તને પ્રશ્ન કરું 
ધ્યેય નથી, ને મારી, એવી ઔકાત છે ક્યાં 
રુદન કરવા માટે, કારણ ઘણાં બધાં છે 
પણ તને કરી શકું હું, એવી ફરિયાદ છે ક્યાં 

 

Sunday, December 22, 2013

21.મારાં વિસ્તરણ પર અંકૂશ આંક્નારા

મારાં વિસ્તરણ પર અંકૂશ આંક્નારા 
તને સ્મરણ નથી શું મારી વાત નું ?
મૈ કહ્યુંતું, જ્યાં જ્યાં તારા પગલાં મંડાશે 
તને ઓંટ માં લેવા હેતું,મારું સર્વશ્વ ફેલાય જશે 

20.કદી ના થાત મારાં હાથે , વલણ આવી રીત નું

કદી ના થાત મારાં હાથે , વલણ આવી રીત નું 
સમયે જો ના કર્યું હોત, કતલ મારી પ્રીત નું 
 

Saturday, December 21, 2013

19.એ સ્વતંત્રતા શોધી રહી છું હું

એ સ્વતંત્રતા શોધી રહી છું હું 
જે મને લખવાં દે એક ગઝલ એવી
તારું નામ પણ લઇ શકું અને 
કહી શકું જે વાત છે કેહવી 

અડચણ ના નડે કોઈ માર્ગે મને 
તારું વર્ણન ભરપૂર કરી હું શકું 
ક્યાં મડ્યો ને કેમ તું ગમ્યો મને 
વિસ્તાર થી કહી શકું વાત બધી 

કઈ રીતે મને મળ્યું તારું પ્રેમ ઘણું 
કઈ રીતે તે મને ક્યારેક અશ્રું દીધા 
કઈ રીતે ફર્યા આપણાં શેહર માં સાથે 
કઈ રીતે આપણી વચ્ચે નઝદીકીયો વધી 

એ સ્વતંત્રતા શોધી રહી છું હું 
જે મને લખવાં દે એક ગઝલ એવી
જે દોરવા દે તને-મને સંગાથે 
જેમાં કોઈની શરમ ના પડે કરવી 

18.મારાં હય્યે સેજ જો પીડા થાય

મારાં હય્યે સેજ જો પીડા થાય 
તારા હય્યે દર્દ ના વેગ સર્જાય 
માંરી આંખે થોડાં જો અશ્રું વહે 
તારી આંખો પણ સહજ ભીની થાય 
ખરેખર એને પ્રેમ કહેવાય 

હું મૌન રહું ને, તું સમ્જ્હી જાયે 
મારી લાગણી તારા ચેહરે જ્હ્લ્કાયે 
હજારો મિલની છે દુરી પણ વચમાં 
હું વિચારું ને તું મારી સમક્ષ થઇ જાય
ખરેખર એને પ્રેમ કહેવાય

કેહવું નહિ, જોવું નહિ, શું એમ પ્રેમ થાય 
નવાઈ કે તારા વગર પણ, વહે છે જીવાય 
તને ચાહું પણ તું મળે નહિ,એવી ખબર નો'તી 
છતાંયે મારી ચાહ મુજબ, તું મને છે મળી જાયે 
ખરેખર મારાં દિલ, એને પ્રેમ કહેવાયે 

Friday, December 20, 2013

17.ભૂલવાની બધીજ રીતે જયારે, ભૂલી ગયા તમને,

ભૂલવાની બધીજ રીતે જયારે, ભૂલી ગયા તમને,
તો કેમ હવે નવી રીત થી, યાદ આવો છો તમે?
સ્વપ્નમાં ના આવી જાઓ ક્યાંક, એ ભયથી સુતી નથી, 
ઉઘડી આંખે સ્વપ્ના બતાવી, કેમ સતાવો છો  તમે? 

તમારાં વિચારે મૌન ધરી લઉં છું,નામ નથી લેતી,
નામ મ્હારે લેવુંજ પડે, એવી ક્ષણ કેમ લાવો છો તમે? 
ભૂલી જવું એ નિર્ણય છે, અહંકાર નથી મારું, 
હાર માની લઉં,એવી સ્તિથી કેમ સર્જાવો છો તમે? 

ભલે બધા કહે સજા ,મને 'પ્રેમ' સજા રૂપ લાગતું નથી, 
મારી હિંમત તોડાવીને, કેમ સજા જેમ દર્શાવો છો તમે? 
ભૂલી જાઉં સાવ તો સારું, થશે બન્ને ની હકમાં વાત, 
અઘરું ના કરો મારી માટે બધું, કેમ દરેક પળ યાદ આવો છો તમે? 

Tuesday, December 17, 2013

16. ફરી આજ ગર્દી માં ખોવાય ગયા તમે

ફરી આજ ગર્દી માં ખોવાય ગયા તમે 
હું રસ્તા માં રહી ગયી ને ક્યાં ગયા તમે 

કદમો ની છાપ માંડી તી, કે શોધી લઈશું 
શું કામ ભુંસી દીધાં, ને ક્યાં ગયા તમે 

જે વાતે થઇ નારજગી ,એ વાત તો કહી દેતા 
મોઢામાં રીસાયા ,ને ક્યાં ગયા તમે 

બધી કોરે શોધી રહી છું,ધૂળ શિવાય કઈ નથી 
વેગે ધૂળ ચઢાવી ,ને ક્યાં ગયા તમે 

કઈ દિશા માં  માંડું પગલા, ને ક્યાં નમાવું ધડ 
જીવતે જીવ કાઢી ને, હવે ક્યાં ગયા તમે 

Sunday, December 15, 2013

15.એમ કહીએ તો 'પ્રેમ ' એક લાગણી,બીજી રીતે જોગ

એમ કહીએ તો 'પ્રેમ ' એક લાગણી,
બીજી રીતે જોગ 
કોઈને ફળી જાયે સુખ ની ભાતી,
કોઈને લાગે રોગ 

કોરા મન ને રંગે છે કોઈના,
તો કોક ની ચુરાવે ઊંઘ 
કોના હિસ્સે શું આવે છે,
બધુએ છે સંજોગ 

 

Saturday, December 14, 2013

14.આભ નો વિસ્તાર જ્યાં તકી જાયે ,મારા પ્રેમ નો વહે પાર ત્યાં સુધી

આભ નો વિસ્તાર જ્યાં તકી જાયે 
મારા પ્રેમ નો વહે પાર ત્યાં સુધી

તું સ્વયં જો મારું હાથે કત્લ ના કરે 
મંજૂર બીજા બધાએ વાર ત્યાં સુધી 

તું પ્રત્યક્ષ નથી એ વાત, ઓછી અખરશે 
તારાં પડછાયા મને રહે, આધાર જ્યાં સુધી 

દુનીયાં મોટી ઘણી, જીવન લાંબુ બધું 
રેહશે તારા દિલમાં આ ખાર ક્યાં સુધી 

નિરાકર રહી ના જાયે, એમ અસ્તિત્વ આ મારું 
તારા હાથે મને ના આપે, તું આકાર જ્યાં સુધી 

તારાંજ સ્પર્શ થી પીગળશે, જીવિત આ પૂતળું 
વ્યર્થ પડ્યું રેહશે ,નહીતર શ્રંગાર ત્યાં સુધી 
 




 

 

Thursday, December 12, 2013

13.નજર માં થોડીક નર્માશ લાવો, તો પ્રયત્ન કરી જોઉં

નજર માં થોડીક નર્માશ લાવો 
તો પ્રયત્ન કરી જોઉં 
વધારે પડતું ના ખીજાઓ 
તો પ્રયત્ન કરી જોઉં 

કેહવાની વાતો સઘળી છે 
કંઈક સેહલ તો કંઈક અઘરી છે 
દરેક વાતે હામી ભરતા જાઓ 
તો પ્રયત્ન કરી જોઉં 

ઊંચા સ્વરે વેદના કેહવાશે નહિ 
કીધા વગર પણ કદાચ રેહવાશે નહિ 
થોડું નઝદીક આવી જો જાઓ 
તો પ્રયત્ન કરી જોઉં 

સ્વેચ્છાએ તમે સાંભળો, એવો વિચાર છે 
જવાબ જે પણ આપો, હૃદય તય્યાર છે 
પણ મારું ધૈર્ય બંધાતાં જાઓ 
તો પ્રયત્ન કરી જોઉં 

Friday, December 6, 2013

12.તારા સ્મરણ માં વધે, જો વેદનાઓ

તારા સ્મરણ માં વધે, જો વેદનાઓ,
એ વેદનાઓ મને અખરતી નથી 
કરું હું શ્રણગાર ભલે બધીજ રીતે પણ 
જેમ હતી તારી સાથે, એમ નીખરતી નથી 
 
ભૂતકાળ થતો નથી, પ્રેમ એ કદી પણ 
મુલાકાત જરા બસ, જૂની થતી જાય છે 
કેહવા ખાતર કહી દઉં, ભૂલી ગયી પણ 
વિસ્મરણ નથી થતો, યાદો ખરતી નથી
 
હાસ્ય, રુદન, મિલાપ, ને વિચ્છેદ 
બધુંયે રહી રહી ને, નઝરે આવી જાયે છે 
પરંતુ જે અદ્રશ્ય, ગઠાન છે આપણી વચ્ચે 
કઠણ છે એવી એ કે, કોઈ રીતે વિસરતી નથી 
 
એમ તો મૈં ક્યારનુંયે, નક્કી કરીજ રાખ્યું તું 
કદીએ કોઈની સાથે, હું પ્રેમ કરીશજ નહિ 
પણ જાણે કઈ વેળાએ તું એટલો ગમી ગયો 
તારા થી વિશેષ પ્રેમ, હવે કોઈને કરતી નથી 

Friday, November 22, 2013

11.બીજી કોઈ પણ વાત કદાચ, એમ નથી થતી

બીજી કોઈ પણ વાત કદાચ, એમ નથી થતી 
કે દરેક વાત ને બસ તારા થકી, દરકાર ગમે છે 
જો થાય પણ બીજી વાત, તો અમને સંભળાશે નહિ 
હ્રીદયે તારા પ્રેમની ક્ષનેક્ષણ, જ્હંકાર રમે છે

Thursday, October 31, 2013

10.સંવાદો ની અપેક્ષા ના રાખ

સંવાદો ની અપેક્ષા ના રાખ 
મારું હૃદય તને આવકારે છે 
કેમ લોભ કરું તને જોવાનું 
ક્ષણે ક્ષણે તું સથવારે છે 
 

Tuesday, August 27, 2013

9. હથેળી ધરીને માંગું છું ટીપો

હથેળી ધરીને માંગું છું ટીપો
તારા દરિયા માં જો, એક મારી માટે  હોય
તરસ થયી છે કંઈક બે-હયા આજે
ના તું મટાડે, તો આંખો દે રોયે

ખરી જાયે જો એવા, તડકાના પ્રકોપે
નાજુક એ કાઠી, તો મારી નથી
મને બોલાવે ને, હય્યે લગાવે
લાગતી એવી નિયત, તો તારી નથી

વાતો છે કડવી, તો એમ જ ખરી
તીખા તારા વેણ તો છે , ખુબજ અઘરા
હું તો , તો પણ હજી, નમતું છું  રાખું
તોયે ક્યાં પોહચાયે છે, તારા નખરા

લીલુછમ  છે લોહી, તારાજ  એક નામ થી
બાકી તો હૃદયે , દેહ ક્યારનું તજી નાખ્યું
તરબતર છે જીંદગી, હજી પણ જો રણ માં
ઉકળતી લાગણીયોને, મૈં નામ તારું આપ્યું







 

8. પૂછી ને પ્રેમ થાય નહિ

પૂછી ને પ્રેમ થાય નહિ 
ગણી ને જીવન જીવાય નહિ 
શબ્દો માં આવે, કદાચ એ કહી શકું 
બાકી તો બધું કેહવાય નહિ 

 

Tuesday, August 20, 2013

7. તારા હૈય્યે પ્રેમ નથી

તારા હૈય્યે પ્રેમ નથી 
કે હું લાગણીહીન છું 
આ વાત તો ત્યારે થાય 
...............કે જયારે તું કોઈ વાત કરે 

Friday, February 1, 2013

6. ને પૂછે છે માનવી કે,

ને પૂછે છે માનવી કે,
"હું, ક્યાં ખોટો પડ્યો?"

માનવી રે માનવી 
શું કેહવું તારી વાતે 
તારી ભુલજ ત્યાં થયી 
કે જે તું "માનવી" બન્યો