Friday, June 27, 2014

24.વિનાં હાંથ ઘડે જ્યાં મન મારું

વિનાં હાંથ ઘડે જ્યાં મન મારું 
શિલ્પ તારા, તસ્વીર તારી 
ખૂંટતી નથી ,સ્નેહ-માટી કદી 
સુંખતી નથી, પ્રેમ-રંગ ક્યારી 

દૂર શું , ને સંગ શું, બધુએ એક સમાન 
વિરહ ના વલણ નું મને દુખ ના થાય 
વેગ થી ત્વરિત મારાં મન ની ગતિ 
બસ તારી નજરોં સમક્ષ જાયે છે હારી 

સંજોગો  ને કહી દો , છેટા રહેં 
મારા મન ની રીતો, એ અઘરી છે 
સર્વોચ્ચ એને સંગાથ તારો, ને 
આડા આવે એ, બધાની વારી 

No comments:

Post a Comment